તા. 24 જુલાઈ, 2025ના રોજ ડી.ડી. ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં બી.એડ. સેમેસ્ટર-1ના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો. આ પ્રસંગે વિદ્યામંદિર ટ્રસ્ટના કાર્યકારી નિયામક શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને એચ.આર. મેનેજર શ્રી શૈલેશભાઈ લીમ્બાચીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નવા વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી સ્વાગત અને પાટીપૂજન સંસ્કારથી કરવામાં આવી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. નીલુબેન ઘોષે નવા તાલીમાર્થીઓને આશીર્વચન પાઠવ્યા અને કોલેજની વાર્ષિક થીમ *'સ્ટીમ એજ્યુકેશન'* વિશે માહિતી આપી. મહેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણના મૂલ્યો અને સામાજિક જવાબદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતમાં આભારવિધિ કરી સમાપન કરવામાં આવ્યું હતું.