વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત ડી. ડી. ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડૉ. નીલુ ઘોષને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણના શિક્ષણ વિભાગમાં બોર્ડ ઓફ સ્ટડીઝના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓ 30 વર્ષથી વધુનો શૈક્ષણિક અને વહીવટી અનુભવ ધરાવે છે. વિદ્યામંદિર ટ્રસ્ટ આ નિમણૂક બદલ ડૉ.નીલુ ઘોષને અભિનંદન પાઠવે છે.