ડી. ડી. ચોક્સી બી. એડ. કોલેજમાં ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રવૃત્તિનું નામ: ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ સ્થળ: ડી.ડી. ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, પાલનપુર તારીખ: 04/07/2026

વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત ડી.ડી. ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, પાલનપુર ખાતે વર્ષ 2023-25 બેચના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ માટે ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ તારીખ 04/07/2026 ના રોજ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વર્ષ 2023-25 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન શૈક્ષણિક વર્ષના તાલીમાર્થીઓ તેમજ કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષ 2023-25 બેચના વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ બાદ કોલેજના માનનીય પ્રિન્સિપાલ ડૉ. નીલુ ઘોષ મેડમશ્રીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને માર્ગદર્શનરૂપ અને પ્રેરણાદાયી આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રામાણિકતા, સમર્પણ અને વ્યવસાયિક મૂલ્યો સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમજ કોલેજનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમનું સુંદર સંચાલન ચાલુ બેચના સેમેસ્ટર-3ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વર્તમાન બેચના વિદ્યાર્થી દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી.

અંતમાં તમામ ઉપસ્થિત મહાનુભાવો, અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને સહભોજન કર્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

 
Copyright © 2010-2015, All Rights Reserved. | Designed & Developed By : pCube Software Solution