કોલેજનું નામ :- ડી.ડી.ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, પાલનપુર
તારીખ:- 09/07/2026 ગુરુવાર,સમય- 11:30 થી 12:30
પ્રતિભાગી તાલી.ઓની સંખ્યા :- 51
વિધામંદિર ટ્રસ્ટ સંચાલિત ડી.ડી.ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ,ગાંધીનગરના સહયોગથી સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કાર્યક્રમ તા.૦૯/૦૭/૨૦૨૬ ના રોજ યોજાયો. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જીલ્લા કેળવણી નિરીક્ષક માનનીય ગીતાબેન ચૌધરી અને આચાર્ય ડૉ.નીલુબેન જી.ઘોષ દ્વારા શુભેચ્છાઓ અને માર્ગદર્શન થકી પ્રોત્સાહન પૂરું પાડેલ.જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની યોજના અનુસાર ફાળવેલ ગ્રાન્ટનો ઉપયોગ સંસ્કૃત ભાષા સાહિત્ય અને ભારતીય જ્ઞાન પરંપરા આધારિત પુસ્તકો,વિવિધ અસરકારક વર્ગખંડ માંટેના ચાર્ટ,સક્રિય રીતે ચાલતા વિવિધ શૈક્ષણિક સાધનો, સંસ્કૃત સાહિત્યના પુસ્તકો,સંસ્કૃતમાં વિજ્ઞાન,આચાર્ય ચાણક્ય,ભરત મુનિનું નાટયશાસ્ત્ર,આપણો વારસો,વ્યવહારમાં ઉપયોગી શબ્દાવલી વગેરે સંસ્કૃત સંભાષણ પધ્ધતીના માધ્યમ થકી સંસ્કૃત ભાષા સજ્જતા વ્યવહારમાં ઉપયોગ કરે તે અનુસારનું સાહિત્ય પ્રદર્શન સૌ તાલીમાર્થીઓએ નિહાળીને નવું જ્ઞાન મેળવવાની પ્રેરણા મળી. યોજનાથી કોલેજના તાલીમાર્થીઓને ભવિષ્યમાં સાહિત્ય થકી સંસ્કાર અને સંસ્કૃતિની પરંપરાને જાળવવા ઉપયોગી બનશે તે બદલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.