હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેન્ક સાયન્સ કોલેજ, નાગલપુર ખાતે યુનિવર્સિટી સ્તરે એન.એસ.એસ. દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજસેવા અને સામાજિક જવાબદારીના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉજવણી નિમિત્તે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત ડી. ડી. ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, પાલનપુરના તાલીમાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે.
સિદ્ધિની વિગતો:
* પોસ્ટર મેકિંગ સ્પર્ધા: દરજી પૂજા (પ્રથમ ક્રમ)
* વક્તૃત્વ સ્પર્ધા: લુહાર દીપક (દ્વિતિય ક્રમ)
તાલીમાર્થીઓની આ સિદ્ધિઓ કોલેજ માટે ગૌરવની બાબત છે, જે બદલ કોલેજ પરિવાર વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવે છે.